New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/10135100/maxresdefault-115.jpg)
સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકશાન થયું છે. સરકારે હજી સુધી નુકશાનીનો સર્વે કરાવ્યો ન હોવાથી રાજકોટ જિલ્લાના સરધરપુરના ખેડુતોએ મગફળીના પાકનું બેસણું યોજી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ સહિતના તમામ જિલ્લાઓમાં ચાલુ વર્ષે વરસાદે ખેતીનો દાટ વાળી દીધો છે. ખેતરોમાં પાણીનો ભરાવો થતાં પાકને વ્યાપક નુકશાન થયું છે. સરકારે ખેડુતોને વળતર આપવાની જાહેરાત કરી છે પણ હજી સુધી સર્વે કરવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ ખેડુતો કરી રહયાં છે. ભારે વરસાદના કારણે સરધરપુર ગામના ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. તેમણે મગફળીના પાકનું બેસણું કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો સરકાર પાસે વહેલી તકે સર્વે કરાવવામાં આવે તેવી માંગણી કરી છે.
Latest Stories