રાજકોટ : ટંકારામાં વૃધ્ધની હત્યાનો ભેદ ખુલ્યો, દારૂની મહેફીલમાં ઝગડો થતાં કરાઇ હતી હત્યા

New Update
રાજકોટ : ટંકારામાં વૃધ્ધની હત્યાનો ભેદ ખુલ્યો, દારૂની મહેફીલમાં ઝગડો થતાં કરાઇ હતી હત્યા

ટંકારાના સાવડી ગામે વૃદ્ધની થયેલી હત્યાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય એકને પકડવા કવાયત ચાલી રહી છે.

ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા ઘેલા ચૌહાણ નામના વૃધ્ધનો મૃતદેહ તેમની વાડીએથી મળ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમની ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. તેમની હત્યા બાદ હત્યારાઓએ લુંટ પણ ચલાવી હતી. મોરબીના એસપી કરનરાજ વધેલાની સૂચનાથી એલસીબી,એસઓજી અને ટંકારા પોલીસની ચારથી પાંચ ટીમો કામે લગાડી હતી. સાવડી ગામે વાડીમાં ખેત મજૂરી કરનાર મૂળ મધ્યપ્રદેશના વતની ભુદરભાઈ નારસિંગભાઈ તડવીએ હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.તેમજ આ હત્યાના બનાવમાં એક સગીરાની સંડોવણી ખુલી હતી.આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતક વૃદ્ધ મોટાભાગે વાડીએ જ રહેતા હતા અને બનાવની રાત્રે મૃતક અને આરોપી તથા સગીર સાથે દારૂ પીવા બેઠા હતા અને દારૂ પીધા બાદ કોઈ બાબતે ઝઘડો થતા ત્રણેય એકબીજા પર હાથપાઈ ઉપર ઉતરી આવ્યા હતાં. તેેણે અને સગીરે સાથે મળી વૃદ્ધ ઘેલાભાઈનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપીએ મૃતકનો દાટી દીધેલો મોબાઈલ પણ પોલીસે કબ્જે કર્યો હતો. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના ધરાસભ્યોના ખાતામાં રૂપિયા જમા થયા હોવાના કોંગ્રેસના આક્ષેપ,પોલીસની તપાસ સામે કર્યા સવાલ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડ મામલો

  • કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ

  • કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ

  • ભાજપ પર કરાયા પ્રહાર

  • પોલીસની તપાસ સામે સવાલ ઉભા કરાયા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે.

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાય  રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઇ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.