/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/sddefault.jpg)
રાજકોટમાં પાણીની તીવ્ર ખેંચ સર્જાતા મહિલાઓ દ્વારા મહાનગર પાલિકામાં માટલા ફોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટમાં ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા વિકટરૂપ ધારણ કરી રહી છે. રાજકોટને પાણી પૂરું પાડતા તમામ જળાશયો ખાલીખમ છે,ત્યારે પાણીનો આધાર માત્ર નર્મદા નદી પર જ રાખવો પડી રહ્યો છે.
શહેરના રોજેરોજ અલગ અલગ વિસ્તારોમાં નિયમિત પાણીની સમસ્યા પણ સામે આવે છે. ત્યારે શહેરના વોર્ડ નંબર ૧૦ ના સ્થાનિક લોકો અને કોંગ્રેસી કોર્પોરેટર તથા કાર્યકરો દ્વારા પાણીના પ્રશ્નને લઈને કોર્પોરેશનમાં હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર ૧૦માં ગંદુ અને દુષિત પાણી આવતુ હોવાના પ્રશ્નને લઈને મહિલાઓએ મનપા કચેરીમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ વોર્ડ નંબર ૧૦ ના કોંગ્રેસના કોર્પોરેટર ચોવીસ કલાક માટે અન્ન જળનો ત્યાગ કરી મનપા કચેરીમાં જ ઉપવાસ પર બેસી ગયા હતા અને જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહિ થાય ત્યાં સુધી વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.