રાજકોટ માંથી અમુલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયુ 

New Update
રાજકોટ માંથી અમુલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયુ 

રાજકોટમાં આજીડેમ પોલીસે 2.70 લાખથી વધુ કિંમતનું નકલી ઘી ઝડપી પાડયુ હતુ. આજી ડેમ પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેકટર પ્રધ્યુમનસિંહ વાઘેલાનાં જણાવ્યા મુજબ રણુજા મંદિર પાસે આવેલ ડેરી માંથી 2.70 લાખની કિમંતનો અમુલ બ્રાન્ડ ઘી નો નકલી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

આરોપીઓની પુછપરછ કરતા બંને અમુલ બ્રાન્ડનું નકલી ઘી અમદાવાદથી લાવતા હોવાનુ ખુલ્યુ છે. ત્યારે આજી ડેમ પોલીસ મથકનાં પીએસઆઈની ટીમે હાલ અમદાવાદના શખ્સની શોધખોળ શરૂ કરી છે. તો સાથો સાથ પકડાયેલ બંને આરોપી પ્રકાશ કાપડીયા અને જયંતી ગજેરાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.

Latest Stories