ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે એસપીજી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ

New Update
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે એસપીજી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી એસપીજી દ્વારા માર્કેટીંગ યાર્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. તો સાથો સાથ ટેકાનાં ભાવે મગફળીની ખરીદી ન થતા હરાજી પણ અટકાવવામાં આવી રહી છે.

રાજકોટ શહેરનાં બેડિ માર્કેટીંગ યાર્ડ ખાતે બે દિવસ સુધી એસપીજીનાં કાર્યકર્તાઓએ હરાજી ઠપ કરાવી ખેડુતોને તેમની મગફળીના પુરતા ભાવ મળે તે બાબતે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડિ.કે સખીયા સહિતનાઓને રજુઆત કરી હતી.

સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી ટેકાનાં ભાવ મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યુ હતુ. રાજકોટ જિલ્લા અને તાલુકાના એસપીજી કાર્યકરોનું કહેવુ છે કે એક તરફથી રાજ્ય સરકાર ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદાશે તેવા વચનો આપી રહી છે. તો બીજી તરફ ખેડુતોને પોતાની મગફળીના ટેકાના ભાવ મળી રહ્યા નથી. સરકાર દ્વારા ટેકાના ભાવ રૂ.900 મગફળી માટે નક્કી કરવામાં આવ્યા હતા. જો કે હાલ ખેડુતોને 750 થી લઈ 850 સુધીના ભાવ મળી રહ્યા છે.

Latest Stories