રાજકોટ શહેર અને જીલ્લામાં 2142 બુથ પર મતદાન યોજાશે

New Update
રાજકોટ શહેર અને જીલ્લામાં 2142 બુથ પર મતદાન યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે, ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં કુલ 2142 મતદાન મથકો પર મતદાન માટે ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ થઇ ગયુ છે.

રાજકોટમાં અલગ અલગ જગ્યાઓ પરથી વિધાનસભા સીટ મુજબના દરેક બુથ દીઠ 6 કર્મચારી મળી કુલ 10000 કર્મચારીઓનો ચૂંટણી સ્ટાફ ફરજ બજાવશે.રાજકોટ શહેર તેમજ જીલ્લાની કુલ આઠ બેઠકો પર ચૂંટણી સ્ટાફને ડિસ્પેચીંગ તથા રીસીવિંગ માટે કુલ આઠ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા.

publive-image

બીજી તરફ મતદાનનાં દિવસે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પુરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ સહિત બીએસએફ, પેરામિલ્ટ્રી ફોર્સ સહિતનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે રાજકોટ વિધાનસભા 69 બેઠક પરથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા છે. જેથી આ બેઠક હાઈપ્રોફાઈલ માનવામાં આવે છે. જેને કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

publive-image

Latest Stories