રાજકોટ સીએમ વિજય રૂપાણીને ટિકીટ મળતા સમર્થકોમાં ખુશી

New Update
રાજકોટ સીએમ વિજય રૂપાણીને ટિકીટ મળતા સમર્થકોમાં ખુશી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ધારાસભ્ય તરીકે ટિકીટ મળતા રાજકોટ શહેરમાં આનંદનો માહોલ છવાયો ગયો છે. તેમાં પણ ખાસ કરીને ભાજપનાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ શહેર ભાજપનાં કાર્યાલયે ફટાકડા ફોડી પાર્લામેન્ટ્રી બોર્ડનાં નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. કનેકટ ગુજરાતે વિધાનસભા ક્ષેત્ર 69નાં મતદારોનો મિજાજ જાણવાની કોશિશ કરી હતી કે એક ધારાસભ્ય તરીકે વિજય રૂપાણીએ તેમના માટે ક્યા ક્યા કાર્યો કર્યા છે. ત્યારે મતદારોએ કનેકટ ગુજરાત સાથે કરેલ વાતચીતમાં જણાવ્યુ હતુ કે

  1. વિધાનસભા ક્ષેત્ર 69માંરોડ રસ્તા ડ્રેનેજનાંકામો કર્યા છે.
  2. રાજકોટને નવા રેસકોર્ષની ભેટ આપી છે.
  3. રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી છે.
  4. વિધાનસભા ક્ષેત્ર 69માંઓડિટોરીયમની ભેટ આપી છે.
  5. વિધાનસભા ક્ષેત્ર 69માંમહિલાઓ માટે સ્નાનાગાર બનાવ્યુ છે.
  6. મહિલાઓ માટે જીમ બનાવ્યુ છે.
  7. વિધાનસભા ક્ષેત્ર 69 માંજ નહિ પરંતુ સમસ્ત રાજકોટ વાસીઓને અમૃત્મ કાર્ડની ભેટ પણ આપી છે.
  8. વિધાનસભા ક્ષેત્ર 69માંબિપીએલકાર્ડ ધારકોને ઉજવલ્લા યોજના અંતર્ગત ગેસ કિટ આપી છે.

સીએમ વિજય રૂપાણીનાં સમર્થકોએ આ અવસરે ખુશીની લાગણી વ્યક્ત કરવાની સાથે વિજય રૂપાણી જંગી માટેની સરસાઈ થી વિજય બનશે તેવો વિશ્વાસ મત પણ વ્યક્ત કર્યો હતો.

Latest Stories