રાજકોટઃ મનપાના નવા મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિન મોલીયા

રાજકોટઃ મનપાના નવા મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિન મોલીયા
New Update

આગામી લોકસભાની ચુંટણી અને જ્ઞાતિગતના સમીકરણોને ધ્યાનમાં લઈને પદાધિકારીઓની નિમણુંક

રાજકોટ પાલિકાનાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. નવી ટર્મમાં મેયર પદ મહિલા અનામત હોવાથી નવા મેયર તરીકે બીનાબેન આચાર્યની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશ્વિન મોલીયા અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે ઉદય કાનગડની નિમણુક કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આવનારી લોકસભાની ચુંટણી અને જ્ઞાતિગતના સમીકરણોને ધ્યાનમાં લઈને પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. સાથે જ રાજકોટ મહાનગર પાલિકાના શાશકપક્ષના નેતા તરીકે દલસુખ જાગાણી અને દંડક તરીકે અજય પરમારની પસંદગી કરવામાં આવી છે. મનપામાં સંકલન સમિતિની બેઠકમાં પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં વિધિવત તેમની વરણી કરાઈ હતી.

મનપામાં નવા પદાધિકારીઓએ પોતાનો પદભાર સંભાળ્યો હતો. નવા પદાધિકારીઓને અભિનંદન આપવા મોટી સંખ્યામાં સમર્થકો અને નેતાઓ હાજર રહ્યા હતા. બીજીતરફ બિનાબેન આચાર્યની પ્રમુખપદે નિમણુંક થતા રૂપાબેન શિલુ રડી પડયા હતા. જ્યારે તેમને શાંતવના આપવા વિજય રૂપાણીના પ્રતિનિધી નિતિન ભારદ્વાજ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. છતાં પણ જનરલ બોર્ડમાં તેમના આંસુ રોકાયા નહોતા.

રાજકોટમાં ભાજપ શાષિત મહાનગરપાલિકામાં આજે નવા મેયરની નિમણુંક કરવામાં આવી હતી. ચાલુ ટર્મમાં મેયર પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી રાજકોટના નવા મહિલા મેયર તરીકે બીનાબેન આચાર્યની નિમણુક કરવામાં આવી છે.

રાજકોટના નવા મેયરનો ટૂંકો પરિચય

નામ : બીનાબેન જયેન્દ્રભાઈ આચાર્ય

અભ્યાસ : ડીપ્લોમાં ઇન બેન્કિંગ મેનેજમેન્ટ, શિલ્પ સ્થાપત્ય

જ્ઞાતિ : બ્રામણઃ સોમપુરા

પરિવાર : પતિઃ જયેન્દ્ર આચાર્ય

બીઝનેસ : સોમપુરા માર્બલ ડેરોકટસ

પુત્રીઃ અમેરિકામાં સેટલ થયલી છે

પુત્રઃ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરે છે

રાજકીય કારકિર્દી : રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ,પ્રદેશ મહિલા મોરચામાં ઉપપ્રમુખ, મનપામાં શિક્ષણ સમિતિ સદસ્ય, પાંચ વર્ષ થી કાઉન્સીલર, વર્ષ ૨૦૦૯ માં શાશક પક્ષના નેતા તરીકે જવાબદારી.

Here are a few more articles:
Read the Next Article