રાજકોટના આજી ડેમમાં અગમ્ય કારણોસર માતા-પુત્રીની મોતની છલાંગ

New Update
રાજકોટના આજી ડેમમાં અગમ્ય કારણોસર માતા-પુત્રીની મોતની છલાંગ

રાજકોટના આજી ડેમમાં મંગળવારે માતા-પુત્રીએ અગમ્ય કારણોસર ઝંપલાવી મોતને વ્હાલું કરતા રહસ્યના તાણાવાણા વચ્ચે ભારે ચકચાર જાગી હતી.

આજી ડેમમાં એક મહિલા અને તેની પુત્રીએ ઝંપલાવ્યાનો કોલ ફાયર બ્રિગેડને એક વ્યક્તિએ આપતા ફાયર ફાયટરો સહીત પોલીસ દોડતી થઇ ગઈ હતી. જોતજોતામાં આજી ડેમ ખાતે લોક ટોળા ઊમટવાના શરૂ થઇ ગયા હતા.

સૌપ્રથમ ફાયર પાઈટરની ટીમ દ્વારા માતાના મૃતદેહને પાણી માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પુત્રીનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે ક્યાં કારણોસર માતા અને પુત્રીએ આપઘાત કર્યો હતો તે અંગે બંનેની ઓળખ નહીં થતા પોલીસ માટે તપાસનો વિષય બન્યો હતો. રાજકોટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બન્ને મૃતકોની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories