/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/maxresdefault-84.jpg)
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે,ત્યારે 7000 જેટલી દીકરીઓએ સાયકલ રેલી યોજીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
તારીખ 29મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે,ત્યારે રાજકોટ મનપા , ભાજપ મહિલા મોરચો અને સ્વનિર્ભર શાળાઓના સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ , બેટી પઢાઓ અને સશક્ત ભારત બનાવાના નેજા હેઠળ 7000 જેટલી યુવતીઓએ સાયકલ રેલી યોજી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા , તેમજ મનપાના પદાધિકારીઓ દ્વારા આ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યુ હતુ. શહેરનાં બહુમાળી ભવન ચોક ખાતે ફ્લેગ ઓફ થયા બાદ અંદાજીત ૫ કિલોમીટરની સાયકલ રેલી યોજવામાં આવી હતી.
આ સાયકલ રેલીને લિમ્કા બુકે ઓફ રેકોર્ડમાં નોંધાવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.