/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/vlcsnap-1349-03-30-23h32m15s395.png)
વિજ્યાદશમીનાં દિવસે આસુરી શક્તિનો નાશ કરતા હથિયારોનું પૂજન કરવામાં આવતું હોય છે. પરંતુ રાજકોટની વિરાણી હાઇસ્કુલ દ્રારા દશેરાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શસ્ત્ર તરીકે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓ અને શાસ્ત્રો તરીકે ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોનું પૂજન કરી ઉજવણી કરી હતી.
રાજકોટની વિરાણી હાઇસ્કુલ દ્રારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. અહિં વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસમાં ઉપયોગમાં લેવાતા સાધનોનું પૂજન કરી વિજ્યાદશમીની ઉજવણી કરી હતી.
વિરાણી હાઇસ્કુલનાં આચાર્યનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે અહિં વિદ્યામાં ઉપયોગી પેન, પેન્સિલ, લેપટોપ, માઇક્રોમીટર જેવા સાધનો વિદ્યાર્થીઓનાં ભવિષ્યનાં શસ્ત્રો છે. જેથી તેનું પૂજન અને શાસ્ત્રોમાં તેમનાં પાઠ્ય પુસ્તકો અને ધાર્મિક ગ્રંથોની પૂજા કરવામાં આવી હતી. કોમીએકતા વિદ્યાર્થીઓમાં જળવાઇ રહે તેવા હેતુથી ભગવત ગીતા, મહાભારત અને કુરાન જેવા ગ્રંથોની પણ પૂજા કરવામાં આવી હતી.