/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/maxresdefault-38.jpg)
રાજકોટની શાંતિલાલ નાથાલાલ કણસાગરા સ્કુલ દ્વારા ત્રણ વર્ષ પહેલા સ્લમ વિસ્તારમાં ચાલતી જુદી જુદી આંગણવાડીઓમાંથી 62 જેટલી ગરીબ દીકરીઓને દતક લેવામાં આવી હતી. અને ત્રણ વર્ષ સુધી ભણાવ્યા ગણાવ્યા બાદ હવે અચાનક શાળાના સંચાલકોએ દીકરીઓના મા બાપને અન્યત્ર એડમિશન લેવાનુ કહેતા વાલીઓ મુંજવણમાં મુકાય ગયા છે.
ત્રણ વર્ષ પહેલા શાળાના સંચાલકોએ તમામ વાલીઓ પાસે તેમના બાળકોને એસ.એન.કે માં ભણાવવા માંગતા હોય તો બાળકોના શારીરીક રીપોર્ટ કરાવવા જરૂરી હોવાનું જણાવ્યુ હતુ. તેથી 62 પૈકી કેટલીક દીકરીઓના વાલીઓએ તેમની દીકરીઓના 5000 રૂપિયાના ખર્ચે મેડિકલ ચેકઅપ કરાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
એસ.એન.કે સ્કુલ દ્વારા તરછોડવામાં આવેલ દીકરીઓની વહારે હવે સામાજીક સંસ્થાઓ પણ આવી છે. ત્યારે આ મામલે તેઓએ કલેકટરને પણ રજુઆત કરી છે. રાજકોટ જિલ્લા કલેકટરે ડો.વિક્રાંત પાંડેએ તપાસના આદેશ આપ્યા છે. કારણ કે સરકાર દ્વારા દરેક સ્કુલોમાં જ્યારે મફત મેડિકલ ચેકઅપ તેમજ ટ્રીટમેન્ટ કરાવી આપવામાં આવે છે. ત્યારે એસ.એન.કે સ્કુલ દ્વારા ફરજીયાત ચેકઅપ માટે કઈ રીતે વાલીઓને ફરજ પાડવામાં આવી,આ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા આ સમગ્ર મામલે જરૂરી તપાસના આદેશો પણ આપ્યા છે.