રાજકોટની હલેન્ડા પ્રા.શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાઈ 

New Update
રાજકોટની હલેન્ડા પ્રા.શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાઈ 

રાજકોટનાં હલેન્ડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ શહેરનાં સિવિલ પોલીસ ચોકી ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ રાજકોટ પાસે આવેલ હલેન્ડા પ્રાથમિક શાળામાં ધો. 6માં અભ્યાસ કરતા યુવરાજ પરમાર નામનાં વિદ્યાર્થીને તેનાજ શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો છે.

જે અંતર્ગત તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનો એ જણાવ્યું હતું કે હોમવર્ક પૂરુ ન થતા તેમના પુત્રને માર મારવામાં આવ્યો છે. જેથી તેને કાનમાં રસી નીકળ્યા કરે છે.

આ બાબતે આજી ડેમ પોલીસે પારૂલબેન નામના શિક્ષિકા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસે તબીબી રિપોર્ટસ પણ પણ માંગ્યો છે.

Latest Stories