New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault7.jpg)
રાજકોટમાં ધન તેરસના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે
રાજકોટમાં ઠેર ઠેર વહેલી સવારથી લક્ષ્મીપૂજા કરવામાં આવી હતી. ત્યારે રાજકોટમાં
ધનતેરસ નિમિતે લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાયજ્ઞની અંદર સોના ચાંદીના વરખ ચડાવેલ ૧૬૦૦ કમળ, ૧૬૦કિલો સુકો મેવા યુક્ત ઔષધી, ૧૬૦ કિલો બિલ્વ કાષ્ટ, ગાયના ઘી, ૧૬સોનાના વરખ, ૧૬ ચાંદીના વરખ સહિતના દ્રવ્યો હોમવામાં આવ્યું હતું. તો સાથે જ જુદા જુદા ૨૫દેશ ની ચલણી નોટ નું પંચામૃત દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન છેલ્લા ૧૯ વર્ષ થી કરવામાં આવે છે.
Latest Stories