રાજકોટમાં અંધશ્રદ્ધાનું હિચકારું પ્રદર્શન :સગીરાની સત્યતાની પરીક્ષા કરવા નખાવ્યા હાથ ગરમ તેલમાં

રાજકોટમાં અંધશ્રદ્ધાનું હિચકારું પ્રદર્શન :સગીરાની સત્યતાની પરીક્ષા કરવા નખાવ્યા હાથ ગરમ તેલમાં
New Update

રાજકોટમાં અંધશ્રદ્ધાનું વરવું પ્રદર્શન બહાર આવ્યું છે જેમાં સગીરા યુવતીની અગ્નિ પરિક્ષા લેવામાં આવી છે. યુવતીની સત્યતાની પરિક્ષા લેવા માટે તેના હાથ ગરમ તેલમાં નાંખવામાં આવ્યા હતા.

ઘટનાની મળતી વિગત અનુસાર રાજકોટના ભગવતીપરામાં રહેતી નતાશા(નામ બદલ્યું છે.) નામની 17 વર્ષની સગીરાની તેના જ પરિચિત અરિણિત રાહુલ નામના શખ્સે પજવણી કરી હતી. રાહુલે કરેલ છેડતી અંગે પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળી સગીરાએ આ અંગે રાહુલની પત્ની સુમનને વાત કરતાં સુમને છેડતી કરનાર પતિને ટપારવાને બદલે સગીરા પર આક્ષેપોનો વરસાદ શરૂ કર્યો હતો.સુમને સગીરાના ચારિત્ર પર પણ આરોપ મુક્યા હતા. પતિ રાહુલને નિર્દોષ સાબિત કરવા સુમને સગીરા નતાશા સામે પડકાર ફેંક્યો હતો અને જો પોતે સાચી હોય તો ઉકળતા તેલમાં હાથ નાખવાં કહ્યું હતું. નતાશા સામે અગ્નિ પરીક્ષાનો પડકાર આવ્યો ત્યારે તેનો મંગેતર વિપુલ પણ હાજર હતો. સુમને તપેલામાં તેલ ઉકાળ્યું હતું અને નતાશાનો હાથ ગરમ તેલમાં નાખ્યો હતો.

આ ઘટનામાં હાથે ગંભીર રીતે દાઝી ગયેલી સગીરાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા દાખલ કરાઇ હતી.સમગ્ર કેસની જાણ પોલીસને કરાતા પોલીસે સગીરાના નિવેદનના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story: https://connectgujarat.com/on-duty-asi-died-after-the-ambulance-failed-to-reach-him-due-to-barricading-inside-new-court-building-in-vadodara/

Gujarati news online, gujarati breaking news, Live gujarati news,

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article