રાજકોટમાં આચારસંહિતા ભંગ બદલ ભાજપનાં ઉમેદવાર પર ગાળિયો કસાશે

New Update
રાજકોટમાં આચારસંહિતા ભંગ બદલ ભાજપનાં ઉમેદવાર પર ગાળિયો કસાશે

ગુજરાતની 182 વિધાસનભા બેઠક પૈકી 89 સીટ પર કુલ 977 જેટલા ઉમેદવારો માટે મતદાન કરવામાં આવ્યુ હતુ. રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકો માટે પણ મતદાન યોજાયુ હતુ.

રાજકોટ પૂર્વ એટલે કે વિધાનસભા 68 ભાજપનાં ઉમેદવાર અરવિંદ રૈયાણી વિરૂધ્ધ આચારસંહિતાનાં ભંગ બદલ કલેકટર તંત્ર દ્વારા રીટર્નીંગ ઓફિસરને ફરિયાદ નોંધાવા માટે સુચના આપવામાં આવી હતી.

વિધાનસભા ક્ષેત્ર 68 ભાજપનાં ઉમેદવાર અરવિંદ રૈયાણી જ્યારે પોતાના મતનો ઉપયોગ કરવા ગયા હતા. ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ગયા હતા. જે આચારસંહિતાનાં નિયમોની વિરુધ્ધ છે, તો બિજી તરફ રાજકોટ ગ્રામ્યની બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર વશરામ સાગઠીયા જ્યારે પોતાનો મત આપી રહ્યા હતા. ત્યારે પાછળ થી કોઈ વ્યક્તિએ તેમનો વિડિયો લીધો હોય તેવો વિડિયો વાઈરલ થયો હતો. જેના લીધે અજાણ્યા સખ્શ વિરૂધ્ધ થોરાળા પોલીસ મથકમાં કલમ 128 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

Latest Stories