રાજકોટમાં ઓખી વાવાઝોડાનાં ખતરા થી NDRFની ટીમને સ્ટેન્ડ બાય કરાઈ

New Update
રાજકોટમાં ઓખી વાવાઝોડાનાં ખતરા થી NDRFની ટીમને સ્ટેન્ડ બાય કરાઈ

અરબી સમુદ્રમાં ઓખી સાઈકલોનની અસર જોવા મળી રહી છે. તો સાથો સાથ આ સાઈકલોન ઉતરથી દક્ષિણ તરફ 16 કિમી પ્રતિ કલાકની ગતીએ આગળ વધી રહ્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાનાં વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ અગમ ચેતીનાં ભાગ રૂપે 2 NDRFની ટીમને રાજકોટ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેથી કોઈ પણ પ્રકારની જાનહાની થાય તે પહેલા જ તેને અટકાવી શકાય.

બીજી તરફ રાજકોટમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. તો બીજી તરફ ધીમી ધારે વરસાદ પણ શરૂ થતા શહેરનાં રાજમાર્ગો પણ ભિંજાયા હતા.

Latest Stories