/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-46.jpg)
રાજકોટમાં નવરાત્રી પહેલા શહેરને સીસીટીવી થી સજજ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. અંદાજીત 69 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર પ્રોજેકટનો પહેલો તબક્કો 46 કરોડનાં ખર્ચે નવરાત્રી પહેલા પુર્ણ કરવામાં આવશે.
રાજકોટમાં ચોરી, લૂંટફાટ, હત્યા અને મારામારીના બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાંજ હમણા રાજકોટની હેડ પોસ્ટ ઓફિસમાં બનેલ હત્યા અને લૂંટના પ્રયાસમાં સીસીટીવી ફુટેજ મહત્વના સાબિત થયા હતા. ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંચ્છા નિધી પાનીએ જણાવ્યુ હતુ કે નવરાત્રી પહેલા 105 જેટલા સ્થળોએ સીસીટીવી મુકી દેવામાં આવશે. અને બિએસએનએલ દ્વારા કનેકટીવીટીનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યુ છે.
મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે પ્રથમ તબક્કામાં ચારે ચાર પ્રકારના કેમેરા મુકવામાં આવશે. જેમાં ફિક્સ કેમેરા, પીટીઝેડ કેમેરા, એ.એન.પી કેમેરા તેમજ આર.એલ.વી.ડી કેમેરાનો સમાવેશ કરવામાં આવશે.