New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/maxresdefault-31.jpg)
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ દારૂ બંધીનો કડક અમલ કરાવવા માટે તેના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં હજી લોકોમાં તેનો હાઉ જોવા મળતો નથી.
રાજકોટમાં પણ દારૂના નશામાં જાહેર માર્ગ પર ઝઘડો કરતા તોફાનીઓનો વિડીયો ફરતો થયો છે. ચાર દિવસ પહેલા શહેરના રૈયા ચોકડી ખાતે દારુ પીને ડિંગલ કરતા નશેબાજોએ બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જયારે તારીખ 22મી એ શહેરના જંકશન વિસ્તારમાં એક દારુડિયાએ દારૂ પીધા બાદ શહેરને માથે લીધુ હતુ.
દારૂ પીધા બાદ તેને ભાન ન રહેતા તે હાથમાં પથ્થર ઉપાડી એક બાળકને મારતો હોઈ તે પણ વિડિયોમાં કેદ થઈ ગયુ છે. જો કે આ મામલાની કોઈ પોલીસ ફરિયાદ દર્જ થઇ નથી. પરંતુ લોકો આ તમાસાનું મફતમાં મનોરંજન જરુર માન્યુ હતુ.
Latest Stories