રાજકોટમાં નવરાત્રી મહોત્સવની મુલાકત લેતા સીએમ વિજય રૂપાણી

New Update
રાજકોટમાં નવરાત્રી મહોત્સવની મુલાકત લેતા સીએમ વિજય રૂપાણી

રાજકોટમાં શહેરમાં આયોજીત વિવિધ નવરાત્રી મહોત્સવની મુલાકાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની સાથે આવ્યા હતા.

રાજકોટ શહેર તેમજ શાપર વેરાવળમાં મુખ્યમંત્રીનાં હસ્તે કરોડો રૂપિયાનાં લોકાર્પણ કરવામાં આવ્યા હતા. અને રાત્રી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરમાં આયોજીત અર્વાચીન રાસ ગરબાનાં આયોજનની મુલાકાત લીધી હતી.

ગરબા આયોજકો અને ખૈલેયાઓ દ્વારા 40 ફુટના રાષ્ટ્રધ્વજને લહેરાવી સીએમ રૂપાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જ્યારે આયોજકો દ્વારા સીએમ રૂપાણીને કોટી, પાઘડી તેમજ તલવાર પણ ભેટ આપવામાં આવી હતી. આ ક્ષણે ખૈલેયાઓ સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખૈલેયાઓ પ્રિન્સ પ્રિન્સેસ બનવા માટે કોઈ પણ જાતની કસર રાખતા નહિં તેમ જણાવીને સૌને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories