રાજકોટમાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ

New Update
રાજકોટમાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ

રાજકોટનાં નવાગામ પાસે પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી દીધી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ છે.

રાજકોટનાં નવાગામમાં સાત હનુમાન નજીકનાં વિસ્તારમાં રહેતી 18 વર્ષીય અંજલિ દેવજીભાઈ બાહુકીયાને તેના પ્રેમી શૈલેષ છગનભાઈ ભાખોડીયાએ જીવતી સળગાવી દીધી હતી. અને તેણીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.

અંજલિએ કુવાડવા રોડ પોલીસને આ અંગે ફરિયાદ નોંધાવીને પોતાનું નિવેદન આપ્યું હતુ, જોકે ટૂંકી સારવાર બાદ અંજલિએ હોસ્પિટલનાં બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.

કુવાડવા રોડ પોલીસે પ્રેમિકાને જીવતી સળગાવીને મોતને ઘાટ ઉતારનાર શૈલેષ વિરુધ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

Latest Stories