રાજકોટમાં મતગણતરી દરમિયાન 1500 થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે

New Update
રાજકોટમાં મતગણતરી દરમિયાન 1500 થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનાં મતદાનનાં બંને તબક્કાઓ પુર્ણ થઈ ચુકયા છે. અને તારીખ 18મી ડિસેમ્બર સોમવારે મતગણતરી કરવામાં આવશે.

રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકો માટે કણકોટની સરકારી અેન્જીનિયરીંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે. જે માટે અત્યાર થી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં BSFનાં 200 જવાનો, એસ.આર.પીની એક ટુકડી, 850 રાજકોટ પોલીસનાં જવાનો, 200 રીક્રુટ થયેલ જવાનો, 16 પોલીસ ઇન્સ્પેકટર, 34 સબ પોલીસ ઇન્સ્પેકટર, 2 એસીપી, 1 ડિસીપી તેમજ એક એડિ.સી.પી કક્ષાનાં અધિકારીઓ તૈનાત રહેશે.

# કઈબેઠકપરકેટલારાઉન્ડમાંયોજાશેમતગણતરી :-

બેઠકEVMટેબલરાઉન્ડ
રાજકોટ ઈસ્ટ2441418
રાજકોટ વેસ્ટ3001422
રાજકોટ સાઉથ2201416
રાજકોટ રૃરલ3461425
જસદણ2561419
ગોંડલ2351417
જેતપુર2921421
ધોરાજી2651419
કુલ2158112157
Latest Stories