રાજકોટમાં મતગણતરીને નિર્વિઘ્ને પાર પાડવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પડાયુ

રાજકોટમાં  મતગણતરીને નિર્વિઘ્ને પાર પાડવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પડાયુ
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનાં બંને તબક્કા પુર્ણ થઈ ગયા છે. મતદાનનો પહેલો તબક્કો 9 ડિસેમ્બરનાં રોજ યોજાયો હતો. જ્યારે બિજો તબક્કો 14 ડિસેમ્બરનાં રોજ યોજાયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે યોજાયેલ મતદાનની મતગણતરી 18 ડિસેમ્બરનાં રોજ યોજાવાની છે. ત્યારે રાજકોટની 8 વિધાનસભાની મતગણતરી રાજકોટ શહેર પાસે આવેલ કણકોટનાં સરકારી એન્જીનિયરીંગ કોલેજ ખાતે થવાની છે. ત્યારે તેને લઈ રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ છે.

જેમાં કણકોટ સરકારી એન્જીનિયરીંગ કોલેજ ખાતે થનાર મતગણતરીને લઈ કોલેજની આસપાસનાં 100 મીટરનાં વિસ્તારમાં કોઈ પણ જાતના સભા સરઘસ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો સાથો સાથ ચાર વ્યક્તિ થી વધુ એકઠા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article