/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/maxresdefault-15.jpg)
રાજકોટમાં કપરા સમય માંથી પસાર થતા એક સામાન્ય પરિવારની દીકરીએ ઝળહળતી સફળતા મેળવીને કસોટી માંથી પાર ઉતરી છે.
રાજકોટમાં રહેતા પ્રવિણભાઈ સોરઠિયાનું નામ પણ આર્થિક રીતે સુખી સંપન્ન લોકોમાં લેવાતું હતુ. જો કે ભાગ્ય એ કરવટ બદલી જેમાં તેમના ભાગીદારે તેમને દગો આપતા તેમની આર્થિક સુખી સંપન્ન પરિસ્થિતિ બદલાય ગઈ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. જોકે કપરા સંજોગોમાં પણ તેઓએ પોતાના દીકરા દીકરીને ભણાવીને સફળતાના શિખર સુધી પહોંચવા માટેનો મજબૂત માર્ગ તૈયાર કર્યો છે.
પ્રવિણભાઈ તેમના પત્ની શાંતિબેનની મોટી દીકરીએ ધો.12નો અભ્યાસ પુરો કર્યો. જ્યારે દીકરો હાલ ધો.11નો અભ્યાસ પુર્ણ કરી ધો. 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ શરૂ કરશે. પ્રવિણભાઈની એકની આવકથી પુરૂન થતા શાંતિબેને પણ ઘરે મોતી પરોવવાનુ કામ કરી પુત્રોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવામાં તેમના પતિની મદદ કરે છે.
તો દિકરી અમિષા પણ માતાપિતાના તમામ સ્વપ્નો પુર્ણ કરવા 16 કલાકથી પણ વધુ મહેનત કરતી. આખરે જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ ત્યારે અમિષા 99.94 પીઆર સાથે ઉતિર્ણ થઈને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
અમિષાએ તબીબી ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાનું જણાવ્યુ હતુ. જ્યારે તેના ભાઈએ ઇજનેરી ક્ષેત્રે આગળ વધવાની ખેવના વ્યક્ત કરી હતી.