રાજકોટમાં લગ્ને લગ્ને કુંવારા પતિ સામે મોરચો માંડતી પત્ની

New Update
રાજકોટમાં લગ્ને લગ્ને કુંવારા પતિ સામે મોરચો માંડતી પત્ની

એક તરફ સરકાર દ્વારા મુસ્લિમોની ત્રિપલ તલાકની પ્રથાને રદ કરવાનો કાયદો લાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ પ્રણામી સંપ્રદાયનાં પ્રચારકે પત્નીને ઘર બહાર કાઢી મૂકી અન્ય યુવતીને લઈને નાસી જતા વિવાદ સર્જાયો છે. જેમાં આ યુવકની પત્ની તેમજ જે યુવતીને લઈને નાસી છૂટ્યો છે, તેના માતા-પિતા સહિતના લોકો યુવકના ઘર બહાર ન્યાયની માંગ સાથે ધરણા પર ઉતરી આવ્યા છે.

રાજકોટનાં સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા રક્ષિત રૈયાણી નામના પ્રણામી સંપ્રદાયના લંપટ પ્રચારક યુવક વિરૂધ્ધ તેની પત્ની પૂનમબેને ગંભીર આક્ષેપો કર્યા છે. રક્ષિતને અન્ય 22 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા આ યુવતીને ઘરમાં લાવી પોતાને બહાર કાઢી મુકવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સસરા પણ પોતાની સાથે અડપલા કરતા હોવાનું પણ પૂનમે જણાવ્યુ હતુ. હાલ પૂનમ તેમજ રક્ષિત જે ને લઇ ગયો છે તે યુવતીના માતા-પિતા સહિતના લોકો લંપટ પ્રચારક રક્ષિતના ઘર બહાર ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી ગયા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પૂનમે મહિલા પોલીસને અરજી આપી ન્યાય મેળવવા રજૂઆત કરી છે.

રક્ષિત રૈયાણીનાં પૂનમ સાથે વર્ષ 2011માં લગ્ન થયા હતા. આ અગાઉ 2 મહિલા સાથે લગ્ન કરી ચુક્યો છે એક સાથે મૈત્રી કરાર કર્યા અને હવે 22 વર્ષીય યુવતીને સર્વિસ કોન્ટ્રાક્ટનાં બહાને ઘરમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રક્ષિત રંગીન મિજાજનો અને પ્રણામી સંપ્રદાયનો લંપટ પ્રચારક હોઈ અવારનવાર અજાણી યુવતીઓને ઘરે લાવતો હતો. પ્રણામી સંપ્રદાયમાં પણ શિબિરમાં આવતી મહિલા અને યુવતીઓ ને મેસેજ કરી બોલાવતો હોવાનું સામે આવ્યુ છે.

આ અંગે પત્નીએ વિરોધ કરતા તેણે પૂનમને ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી વિફરેલી પત્ની ઘરની બહાર જ પોતાનો હક માંગવા ધરણા પર ઉતરી આવી છે. જેમાં તેની સાથે પ્રણામી સંપ્રદાયની અન્ય મહિલાઓ અને હાલ જે યુવતીને લઇ નાસી ગયો છે તેના પરિવારજનો જોડાયા છે.

Latest Stories