રાજકોટમાં વેતન વધારા મુદ્દે આંગણવાડી મહિલાઓની લડત હજી પણ ચાલુ

New Update
રાજકોટમાં વેતન વધારા મુદ્દે આંગણવાડી મહિલાઓની લડત હજી પણ ચાલુ

રાજકોટમાં મહાનગર પાલિકા ખાતે આંગણવાડી અને આશાવર્કર બહેનો દ્વારા વેતન વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલુ રાખતા આ મુદ્દે હવે મામલો વધુ પેચીદો બની રહ્યો છે.

રાજકોટમાં સતત બીજા દિવસે મહાનગર પાલિકાની બહાર આંગણવાડી અને આશાવર્કર બહેનોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પગાર વધારા અને અન્ય માંગોને લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

બહેનોને મળતા વેતનમાં વધારો કરવાની માંગ સામે બે દિવસ અગાઉ રજુ થયેલા બજેટમાં ફક્ત ૭૦૦ રૂપિયા જેટલો વધારો થતા બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છેકે તારીખ 22મી ના રોજ પણ આંગણવાડી અને આશાવર્કરની બહેનોએ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જેમાં બે મહિલાઓની તબિયત લથડી હતી.

Latest Stories