/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/IMG-20180105-WA0099.jpg)
રાજકોટમાં પુત્ર દ્વારા કરાયેલ માતાની હત્યામાં યુનિવર્સિટી પોલીસે હત્યારા પુત્રનો હોસ્પિટલ માંથી કબજો લીધો છે.
માતાને મોતને ઘાટ ઉતારનાર સંદીપ નથવાણીને ખાનગી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા સંદીપને ડિસ્ચાર્જ આપતાની સાથે પોલીસે આરોપી ની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસ સંદીપ નથવાણી વધુ પૂછપરછ કરશે તેમજ તેને કોર્ટમાં હાજર કરાશે તેમજ તેના રિમાન્ડની માંગણી પણ કરાશે.
સીસીટીવી જોયા બાદ થોડા દિવસ પહેલા પોલીસે સંદીપ નથવાણીની પૂછપરછ કરી ત્યારે તેની તબીયત બગડી હતી. જેથી સંદીપ નથવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રાજકોટનાં રામેશ્વર પાર્કમાં આવેલ દર્શન એવન્યુમાં ગત તારીખ 27 સપ્ટેમ્બરનાં રોજ પ્રોફેસર સંદીપ નથવાણીએ તેની બીમાર માતા જયશ્રીબેન નથવાણીની 4 માળેથી ફેંકી દઈને હત્યા કરી હતી. ત્યારે વધુ પુછપરછ ક્યાં ક્યાં તથ્યો સામે આવે છે તે જોવું રહ્યુ.