રાજકોટમાં સીએમ રૂપાણી અને કોંગ્રેસનાં ઇન્દ્રનિલ રાજ્યગુરુ વચ્ચે જામશે પ્રતિષ્ઠાનો જંગ

New Update
રાજકોટમાં સીએમ રૂપાણી અને કોંગ્રેસનાં ઇન્દ્રનિલ રાજ્યગુરુ વચ્ચે જામશે પ્રતિષ્ઠાનો જંગ

રાજકોટમાં ભાજપ કોંગ્રેસ એનસીપી તેમજ અપક્ષનાં કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણી અધિકારીઓને સોંપ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટની જુની કલેકટર કચેરી ખાતે પોતાનુ ફોર્મ ભર્યુ હતુ. જ્યારે તેમનાં હરીફ ઉમેદવાર કોંગ્રેસનાં ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજગુરૂ એ ઉમેદવારી નોંધાવી હતી.

ઈન્દ્રનિલ રાજગુરૂએ સોંગદનામામાં પોતાની સંપતિ 141 કરોડથી પણ વધુની દર્શાવી છે. તો તેમની સામે લડી રહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 3.44 કરોડની નોંધાવી છે. ત્યારે ઈન્દ્રનિલ રાજગુરૂએ રાજકોટનાં રેસકોર્ષ રીંગ રોડ ખાતે એક જંગી સભા પણ સંબોધી હતી. અને ભાજપ તેમજ સીએમ વિજય રૂપાણી પર તેઓએ શાબ્દીક પ્રહારો કર્યા હતા.

Latest Stories