રાજકોટમાં સીએમ રૃપાણીનાં વિજય માટે સમર્થકોએ વિજયોત્સવ યજ્ઞમાં આપી આહુતી

New Update
રાજકોટમાં સીએમ રૃપાણીનાં વિજય માટે સમર્થકોએ વિજયોત્સવ યજ્ઞમાં આપી આહુતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનાં મતદાનનાં બંને તબક્કાઓ પુર્ણ થઈ ચુકયા છે. ત્યારે તારીખ 18મીને સોમવારનાં રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થયેલ મતદાનની મત ગણતરી કરવામાં આવશે.

રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકો માટે મતગણતરી યોજાવાની છે. ત્યારે રાજકોટમાં મધુરમ કલબ દ્વારા વિજય રૂપાણી સારા મતોથી વિજયી બને તે માટે એક વિજયોત્સવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ યજ્ઞમાં સદાશિવ મહાદેવ અને ગણપતિ મહારાજનું પૂજન કરવામાં આવ્યુ હતુ. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં મધુરમ કલબનાં પ્રેસિડન્ટ મિલન કોઠારીએ જણાવ્યુ હતુ કે તારીખ 18મીએ મતગણતરી છે, તે પૂર્વે અમારા ક્લબનાં સભ્યો દ્વારા વિજયોત્સવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. અમને આશા છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી 30 થી 40 હજાર જેટલી લીડ થી વિજય બનશે.

Latest Stories