New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/6-1.jpg)
રાજકોટ ખાતે આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર આંગણે આંગણવાડી બહેનો દ્વારા ધરણા પર બેસીને પોતાની પડતર માંગીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કરતા 200 મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/02/5-2.jpg)
રાજકોટ સ્થિત સીએમ રૂપાણીના ઘર પાસે આંગણવાડી બેહેનોએ ઘરણા પ્રદર્શન યોજયા હતા.તો સાથો સાથ ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતા.પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જયારે પોલીસે ધરણા પર બેસેલ મહિલાઓની અટકાયતક કરી હતી. અંદાજે 200થી વધુ મહિલાઓની પોલીસે અટકાયત કરી હેડકવાટર્સ ખાતે લઈ ગયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/02/1-8.jpg)
મહિલા કર્મીઓએ માંગ કરી છે કે તેમનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે. તેમને યોગ્ય પગાર પૂરો પાડવામાં આવે. તેમજ ગ્રેચ્યુએટી સહિતના લાભો પણ તેમને આપવામાં આવે. જો માંગ નહી સંતોષાય તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. તેમજ હવે તેઓ ગાંધીનગર સચિવાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવા સુધીની ચીમકી પણ ઉચ્ચારી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/02/2-4.jpg)
સીએમ ના ઘર આંગણે ધરણા દરમિયાન કેટલીક આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની સાથે તેમના નાના બાળકોને લાવી હતી. અને પોલીસ દ્વારા અટકાયત કરી તે વેળાએ બહેનો સાથે તેમના બાળકો પણ ધક્કામુક્કીને કારણે હેરાન પરેશાન થયા હતા.
Latest Stories