રાજકોટમાં સોનાનાં દાગીના અને રોકડની લૂંટને અંજામ આપતા લૂંટારુઓ

રાજકોટમાં સોનાનાં દાગીના અને રોકડની લૂંટને  અંજામ આપતા લૂંટારુઓ
New Update

રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર આવેલા બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં વહેલી સવારનાં સમયે લૂંટનો બનાવ સામે આવ્યો છે.

સોસાયટીમાં શિવશક્તિ મહાનમાં રહેતા દેવજીભાઈ માલીનાં ઘરે સવારે સડાચાર વાગ્યાની આસપાસ કારમાં આવેલા પાંચ જેટલા શખ્સોએ મકાનનો દરવાજો ખખડાવ્યો હતો.

જેના કારણે દેવજીભાઈ બહાર આવતા તેમને લૂંટારૃઓએ માર માર્યો હતો અને ઘરનાં સભ્યોને મારી નાખવાની ધમકી આપી ઘરમાં રહેલા કબાટ માંથી 20 તોલા સોનાનાં દાગીનાં અને 20 હજાર રોકડની લૂંટ કરી હતી.

લૂંટારુ જયારે કારમાં આવ્યા હતા તે હરકત ઘરની આસપાસ લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ચુકી હતી. જેના પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે રાજકોટ સહિત આસપાસનાં જીલ્લાઓમાં પણ નાકાબંધી કરી છે, પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે અલગ અલગ સાત ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article