રાજકોટમાં હાર્દિક પટેલની જાહેર સભાનાં ખર્ચ અંગે કલેકટર દ્વારા આપવામાં આવ્યા તપાસનાં આદેશ

New Update
રાજકોટમાં હાર્દિક પટેલની જાહેર સભાનાં ખર્ચ અંગે કલેકટર દ્વારા આપવામાં આવ્યા તપાસનાં  આદેશ

રાજકોટમાં તારીખ 29મીનાં રોજ મોવા ચોક ખાતે હાર્દિક પટેલની જાહેર સભા યોજવામાં આવી હતી. જે સભાને તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં હાર્દિક પટેલ અને તેની ટીમ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. તો હાર્દિક પટેલે આ સભામાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હાર્દિક પટેલ અને કોંગ્રેસનાં કાર્યકર તુષાર નંદાની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

રાજકોટનાં ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે દ્વારા આ અંગે તપાસ આદેશ આપવામાં આવ્યા છે. જે તપાસ અંતર્ગત આર.ઓ દ્વારા હાર્દિક પટેલની સભા માટે કયા ઉમેદવાર દ્વારા ખર્ચ આપવામાં આવ્યો હતો. સભા માટે નું ફન્ડ કોના દ્વારા આપવામાં આવ્યું હતું. તેનો ખર્ચ કઈ કઇ જગ્યાએ કરવામાં આવ્યો હતો તે તમામ બાબતો અંગે તપાસ શરુ કરી છે.

Latest Stories