રાજપીપળા શહેરની મધ્યમાં સફેદ ટાવર ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

New Update
રાજપીપળા શહેરની મધ્યમાં સફેદ ટાવર ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

રાજપીપળા શહેરની મધ્યમાં આવેલ સફેદ ટાવર ખાતે પ્રથમ વખત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી.

આ જાહેર માર્ગ હોવાથી આગાઉ ધ્વજ વંદન કરવામાં નહોતું આવતુ, પરંતુ 69માં પ્રજાસત્તાક દિને રાજપીપળા શહેરની મધ્યમાં સફેદ ટાવર ખાતે પ્રથમવાર જાહેર જગ્યા પર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી રોટ્રેક્ટ કલબ રાજપીપળા દ્રારા કરવામાં આવી હતી. ધ્વજવંદન સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ જ્યારે રાષ્ટ્રગીત શરુ થયુ ત્યારે લોકોએ પણ સ્વયંભૂ પોતાના વાહનો રોકીને રાષ્ટ્રગીતની ગરિમાને જાળવી હતી.અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

Latest Stories