New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/Nitin-Patel.jpg)
રાજ્ય સરકાર દ્વારા આશાવર્કર બહેનો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે ૪૦ હજાર આશાવર્કર બહેનોને સરકારના નિર્ણયનો લાભ મળશે, તેમના પગારમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર સામે છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓને લઈને આશાવર્કર બહેનો આંદોલન કરી રહી હતી, અને જે આંદોલનનો અંત લાવવા માટે રાજ્ય સરકારે આશાવર્કર બહેનો માટે આ મહત્વની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી હવે નજીક છે ત્યારે ભાજપ સરકાર દ્વારા પણ તેમની સામેની દરેક ક્ષેત્રની નારાજગી અને વિરોધનાં અંત માટેનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ પણ ચૂંટણીલક્ષી જાહેરાત હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
Latest Stories