રાજ્યનાં નાણાંમંત્રી નીતિન પટેલ  ગુજરાત વિધાનસભાનું 2018 -19 નું અંદાજપત્ર રજૂ કરશે

New Update
રાજ્યનાં નાણાંમંત્રી નીતિન પટેલ  ગુજરાત વિધાનસભાનું 2018 -19 નું અંદાજપત્ર રજૂ કરશે

ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2018 -19 નું અંદાજ પત્ર રજૂ કરાશે, નાણાં વિભાગનો હવાલો સંભળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે બપોરે એક વાગ્યની આસપાસ અંદાજપત્ર રજૂ કરશે, જો કે સત્રની શરૂઆત બપોરે 12 વાગ્યે પ્રશ્નોતરી કાળથી શરૂ થશે.

લોકસભાની ચૂંટણી યોજાઈ તે પહેલાનું બજેટ હોવાથી કેટલીક નવી વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત થવાની સંભાવના છે, જેમ કે નર્મદા બંધમાં પાણીકાપનાં લીધે આ વર્ષે સર્જાયેલી સ્થિતિને લઈ ખેડૂત સિંચાઈ અને પાણી પુરવઠાને લગતી મોટી યોજનાઓ અને લાંબાગાળાનાં આયોજનનું પ્રતિબિંબ પણ બજેટમાં જોવા મળી શકે છે. તો મગફળી ખરીદીમાં ગોડાઉનોની તંગીને નિવારવા વૈકલ્પિક માર્ગોની જોગવાઈ થઈ શકે છે.

વિદ્યાર્થીઓ માટે યુવા બેરોજગારો માટે પ્રોત્સાહક લાભ આપવાની દિશામાં પણ સરકાર જાહેરાત કરી શકે છે, નાયબ મુખ્યમંત્રી દાવા પ્રમાણે અંદાજપત્ર પણ તમામ વર્ગોને ધ્યાને રાખી વિકાસલક્ષી હશે.

Latest Stories