રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેર કરી રાજકીય નિવૃત્તિ

New Update
મોદી સરકારના બીજા કાર્યકાળમાં કરાઇ રાજ્યપાલની બદલી

ભાજપનાં વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટનાં વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેવું જણાવ્યુ હતુ, જેના કારણે આનંદીબેન પુનઃ રાજ્યનાં મુખ્યમંત્રી બનશે તેવી અટકળો શરુ થઇ હતી.

publive-image

જોકે આ તમામ બાબતો પર ઠંડુ પાણી રેડતી એક બાબત પ્રકાશમાં આવી છે. જેમાં આનંદીબેન પટેલે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર લખીને ચૂંટણી નહિ લડવા માટેનું જણાવ્યુ છે, અને તેઓએ વધુમાં પત્રમાં જણાવ્યું છે કે ભાજપે ૭પ વર્ષની પોલીસી નક્કી કરી છે અને હું ૭પ વર્ષ પાર કરી ગઇ હોવાથી મારે ચુંટણી લડવી નથી. તેમણે પત્રમાં એવું પણ જણાવ્યું છે કે મારી ઘાટલોડીયા બેઠકથી અન્ય કોઇ સ્થાનિક કાર્યકરને ટીકીટ આપવામાં આવે.

publive-image

ઉલ્લેખનીય છે કે આનંદીબેને ચુંટણી નહિં લડવાની કરેલી જાહેરાત બાદ હવે હાઇકમાન્ડ શું પગલા ભરશે અને તેમને કઇ જવાબદારી સોંપવામાં આવશે તેતો આવનાર સમયમાં સ્પષ્ટ થઇ જશે.

Latest Stories