રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ 

New Update
રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ 

રાજ્યની 75 નગરપાલિકામાં સામાન્ય પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે, રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ,વહેલી સવાર થી જ મતદાન માટે મતદારોએ લાઈનો લગાવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યુ છે.

રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં વહેલી સવાર થી જ મતદાન ચાલી રહ્યુ છે. જેતપુર ધોરાજી ભાયાવદર અને જસદણ નગરપાલિકામાં વહેલી સવાર થી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જૂનાગઢ જિલ્લાની વિસાવદર વંથલી માણાવદર માંગરોળ ચોરવાડ અને બાંટવામાં સવારે 8 વાગ્યા થી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યુ છે.

Latest Stories