/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/17213113/jpg-e1597680089722.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1033 નવા કેસ નોંધાયા છે. આજે વધુ 15 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે 1083 દર્દીઓને સારવાર આપ્યા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 79,816 પર પહોંચી છે.જ્યારે કુલ મુત્યુઆંક 2802 થયો છે.
રાજ્યમાં આજે 1033 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 168, અમદાવાદ કોર્પોરેશનમાં 145, વડોદરા કોર્પોરેશનમાં 94, સુરતમાં 75, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશનમાં 41, પંચમહાલમાં 29, રાજકોટમાં 32, અમરેલીમાં 28, કચ્છમાં 24, મોરબીમાં 22, પાટણમાં 21, ભાનવગર કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરોના થી 15 દર્દીઓના મોત થયા છે જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, મોરબીમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1 દર્દીનુ મોત થયું છે.
રાજ્યમાં હાલ 14,366 એક્ટિવ કેસ છે, જ્યારે 62,579 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,366 લોકો સ્ટેબલ છે.