રાજ્યમાં દુર્ગમ વિસ્તારોમાં વસતા પરિવારના ઘરે માત્ર રૂ . 40 માં વીજળીનો ઝગમગાટ થશે

New Update
રાજ્યમાં દુર્ગમ વિસ્તારોમાં વસતા પરિવારના ઘરે માત્ર રૂ . 40 માં વીજળીનો ઝગમગાટ થશે

ઉર્જા નિગમે સોલર હોમ લાઈટ સિસ્ટમ અમલમાં મુકી

રાજ્યના છુટાછવાયા વીજળીકરણથી વંચિત વિસ્તારોમાં જ્યાં વીજળી પહોંચી શકે તેવી શક્યતા નથી તેવા ટાપુ, વન અને અંતરિયાળ વિસ્તારોમાં સૌર ઊર્જા સંચાલિત હોમલાઇટ સિસ્ટમથી વીજળી આપવાની નવી યોજના ઉર્જા નિગમ અમલી કરી રહ્યુ છે. જેમાં માત્ર ₹ 40 માં સૌર ઉર્જાથી આવા ઘરો ઝળહળી ઉઠશે.

રાજ્ય સરકારે વીજળીકરણ થયું નથી તેવા વિસ્તારોને સૌર ઊર્જા સંચાલિત હોમ લાઇટ સિસ્ટમથી ઝળહળતા કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી તા. 7 એપ્રિલ થી 31 મે સુધી સૌર ઊર્જા સંચાલિત હોમ લાઈટ સેટની નવી યોજના અમલમાં મુકી છે.

ગુરુવારથી યોજના હેઠળ લાભ લેવા ઇચ્છતા લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. મધ્ય, દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ગુજરાતનાં વીજળીથી વંચિત દુર્ગમ વિસ્તારોમાં વસતા પરિવારો ₹ 40 માં સોલર આધારીત હોમ લાઇટ સિસ્ટમથી પોતાના ઝુંપડામાં ઉજાસ પાથરી શકશે.

આદિવાસી,ડુંગરાળ, દુર્ગમ વિસ્તાર ધરાવતા દક્ષિણ ગુજરાત તેમજ રાજ્યના અન્ય આવા જ એરિયામાં સૌર ઊર્જા સંચાલિત હોમ લાઇટ સેટ આપવાની યોજના હેઠળ તેની માલિકી જે તે અરજદારની રહેશે તેમ સિસ્ટમ ડેવલપમેન્ટ એન્ડ પ્રોજેક્ટના અધિક્ષક ઈજનેર વાય.આર. સાલુંકેએ જણાવ્યુ હતુ.

સોલાર સિસ્ટમ સેટમાં શું મળશે :-

- સોલર વોલ્ટીક પેનલ - 400 વોલ્ટ

- બેટરી 12 વોલ્ટ, 150 એ.એચ - 1 નંગ

- સફેદ એલ.ઈ. ડી બલ્બ 8 વોટ્સ - 5 નંગ

- ડીસી પંખો 24 વોટ્સ - 1 નંગ

- પોઈન્ટ -1 નંગ મોબાઈલ ચાર્જર

- 30 વોટ્સ પ્લગ- 1 નંગ ટીવી માટે

-- ગરીબ સિવાય અન્યને ₹ 4500 માં મળશે કીટ :-

રાજ્યના બી.પી.એલ., અનુ.જાતિ, જનજાતિ સિવાયના લાભાર્થીઓ અરજી કરશે તો તેમને સોલાર હોમ સિસ્ટમ માટે ₹ 4500 નો ખર્ચ આપવો પડશે. જ્યારે તે સિવાયના તમામ ગરીબ પરિવારને સેટ માત્ર ₹ 40 ની અરજી ફી સાથે મફત મળશે.

-- પાંચ વર્ષ સુધી મેન્ટેનસ સપ્લાયર કરશે

સૌર ઊર્જા સંચાલિત સિસ્ટમની માલિકી જે તે લાભાર્થી ની રહેવા સાથે 5 વર્ષ સુધી મેન્ટેન્સ સપ્લાયર્સ કરશે. વીજ કંપની લાભાર્થી પાસેથી કોઈ બિલ પણ વસુલ નહિ કરે તેમ જાણવા મળ્યુ છે.

Latest Stories