રાજ્યમાં સરેરાશ 58 ટકા મતદાન , સૌથી વધુ ડાંગ બેઠક પર 74.71 ટકા તો સૌથી ઓછું ધારી બેઠક પર 45.74 ટકા મતદાન

રાજ્યમાં સરેરાશ 58 ટકા મતદાન , સૌથી વધુ ડાંગ બેઠક પર 74.71 ટકા તો સૌથી ઓછું ધારી બેઠક પર 45.74 ટકા મતદાન
New Update

ગુજરાતમાં 3 નવેમ્બરના રોજ 8 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. રાજ્યની આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જો કે મતદાનની શરૂઆત થતાં જ કેટલાંક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ ઉઠી હતી. કોરોનાકાળ દરમિયાન યોજાયેલા મતદાનમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

publive-image

પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાત પેટાચૂંટણીમાં કુલ 58.14% મતદાન નોંધાયું છે. રાજ્યના તમામ 8 બેઠકો પર ઉમેદવારના ભાવી EVMમાં કેદ થયા છે. છેલ્લા કલાકોમાં પણ મતદારોમાં સામાન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત વિધાનસભાની પેટા ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. 10 નવેમ્બરે પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. ધારી, લીંબડી, મોરબી, અબડાસા, કરજણ, ગઢડા, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. 8 બેઠકો પર 3024 જેટલા મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. કુલ 81 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા છે. 419 માઈક્રો ઓબ્ઝર્વર અધિકારીઓ ફરજ આધીન રહ્યા. મતદાન પહેલા તમામ મતદાન કેન્દ્રો સેનેટાઇઝ કરાયા હતા.

ગુજરાત પેટાચૂંટણીમાં કુલ 58.14% મતદાન નોંધાયું

1.        ધારી  45.74%

2.       ગઢડા 47.86%

3.       ડાંગ 74.71%

4.       અબડાસા 61.31%

5.       મોરબી 51.88%

6.       લીંબડી 56.56%

7.       કરજણ 69.96%

8.       કપરાડા 67.34%

#election202 #byelection #bjp gujarat #Gujarat Congress #EVM
Here are a few more articles:
Read the Next Article