રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી શરૂ કરશે સુપ્રીમ કોર્ટ 

New Update
થિયેટરમાં રાષ્ટ્રગીત સમયે ઉભા થવું જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ રાજકીય રીતે અતિસંવેદનશીલ રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ જમીન માલિકી વિવાદ મામલે આજથી મહત્વપૂર્ણ સુનાવણી શરૂ કરશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની વિશેષ બેન્ચ બપોર બાદ 2 વાગે સુનાવણી શરૂ કરશે.

અગાઉ બે વાર કેસ સાથે જોડાયેલા 19519 દસ્તાવેજોનો અનુવાદ નહીં થવાથી અને તમામ પક્ષકારોને દસ્તાવેજ નહીં મળવાથી સુનાવણી ટાળવામાં આવી હતી. પરંતુ છેલ્લીવાર ચીફ જસ્ટિસે સ્પષ્ટ કર્યું હતું કે હવે પછી સુનાવણી ટાળવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર 2010ના રોજ અયોધ્યાની વિવાદી જમીનને રામલલ્લા બિરાજમાન, નિરમોહી અખાડા અને સુની વકફ બોર્ડ વચ્ચે ત્રણ સમાન હિસ્સામાં વહેંચાનો ચુકાદો આપ્યો હતો. તેની વિરુદ્ધ સુની વકફ બોર્ડ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતુ.

Latest Stories