રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં નહીં આવેલા કલાકારોના એવોર્ડની માહિતી અને પ્રસારણ મંત્રાલય 'હોમ ડિલિવરી' કરશે

New Update
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં નહીં આવેલા કલાકારોના એવોર્ડની માહિતી અને પ્રસારણ મંત્રાલય 'હોમ ડિલિવરી' કરશે

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં હાજરી નહીં આપનારા કલાકારોના પુરસ્કારોની માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ફક્ત ૧૧ કલાકારોને જ પુરસ્કાર આપવાની જાહેરાત કરવાથી ૬૮ કલાકારો વંચિત રહેતા સમારંભ થી અળગા રહ્યા હતા.

આ મુદ્દે પણ રાષ્ટ્રપતિ ભવને માહિતી અને પ્રસારણ મંત્રાલય સામે નારાજગી દર્શાવતા ૬૮ કલાકારોએ વડાપ્રધાન કાર્યાલયને ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારંભ મુદ્દે રાષ્ટ્રપતિ ભવને જાહેરાત કરી હતી કે, આ વર્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ફક્ત પહેલા ૧૧ કલાકારોને જ પુરસ્કાર અપાશે કારણ કે, રાષ્ટ્રપતિ કોઈ પણ કાર્યક્રમમાં એક કલાકથી વધુ હાજરી નહીં આપે. આ જાહેરાત પછી અનેક ફિલ્મી હસ્તીઓએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનો વિરોધ શરૂ કરીને રાષ્ટ્રપતિ ભવનને ખુલ્લો પત્ર લખ્યો હતો.

આ વર્ષે કુલ ૧૪૦ કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળવાનો હતો, પરંતુ ફક્ત ૧૧ કલાકારોને જ પુરસ્કાર આપવાની જાહેરાત કરાતા ૬૮ કલાકારોએ નારાજગી દર્શાવી આ પુરસ્કાર સ્વીકાર્યો ન હતો. આ દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ કેટલાક કલાકારોને મંત્રાલયે ઘરે પુરસ્કારો પહોંચાડયા છે.તેમ આ વખતે પણ કલાકારોને ઘરે પુર્સ્કાર પહોંચાડાશે.

Latest Stories