રાહુલ ગાંધી બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચારમાં અમદાવાદમાં વિશાળ રોડ શો યોજાશે

New Update
ગુજરાતનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવશે રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ તારીખ 8મી ડિસેમ્બર થી ફરી ગુજરાતની ચાર દિવસીય મુલાકાતે આવી રહ્યા છે.અને તેઓએ બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચારમાં સભાઓ તેમજ રોડ શો યોજશે.

ગુજરાતમાં ઓખીને લીધે હવામાનમાં ઓચિંતો બદલાવ આવ્યો છે. કચ્છના અંજારને બાદ કરતા અન્ય શહેરોમાં રાહુલ ગાંધીની સભા થઇ શકી નથી. તારીખ 6 અને 7મીના કાર્યક્રમો રદ કરતા રાહુલ ગાંધી હવે તારીખ 8,9,10,11મી એ તેઓ ફરી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે.

રાહુલ ગાંધી મહેસાણા,સાબરકાંઠા,આણંદ,ખેડા,માતર સહિત મધ્ય-ઉત્તર ગુજરાતમાં છેલ્લા તબક્કાનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે. તા.11મીએ અમદાવાદમાં રાહુલ ગાંધીનો રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે.

Latest Stories