રાહુલ ગાંધી મહિલાની વેદના સાંભળીને ભાવુક બન્યા

રાહુલ ગાંધી મહિલાની વેદના સાંભળીને ભાવુક બન્યા
New Update

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા છે, પ્રથમ દિવસે તેઓએ પોરબંદર અને સાણંદમાં સભાને સંબોધિત કરી હતી. સભામાં એક ફિક્સ પગાર ધારક મહિલા પણ આવી હતી. આ મહિલાએ પ્રશ્નોતરી વખતે રાહુલ ગાંધીને કેટલાક સવાલ પૂછ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ ઇમોશનલ થઈ ગયુ હતુ.

publive-image

મહિલાએ કહ્યું કે, પી.એચ.ડી. કર્યા પછી અને 22 વર્ષની નોકરી પછી પણ સરકારે અચાનક અમને ફિક્સ પગારમાં મુકી દીધા હતા. આ વાત સાંભળી રાહુલે કહ્યું કે આપની આ સ્થિતિનો હાલ કોઇ શબ્દોમાં જવાબ નથી. રાહુલ ગાંધી દ્વારા આવું કહેતાની સાથે જ સ્ટેજ પરથી નીચે ઉતરી તે મહિલાને ભેટી પડ્યા હતા. બંનેનાં મિલાપથી મહિલા ધ્રુસકે ને ઘ્રુસકેને રડી પડ્યા હતા. અને મહિલાની વેદના સાંભળીને રાહુલ ગાંધી પણ ભાવુક બની ગયા હતા.

publive-image

બાદમાં મહિલાએ મિડિયા સાથે વાત કરતા કહ્યું કે મને મારા નાનાભાઇને મળી એવું અંદરથી અનુભવ થયો છે. આ સાથે મારા પ્રશ્નનું નિરાકરણ આવે તેવી આશા રાખું છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article