રાહુલ ગાંધીને મંદિર મસ્જીદ વચ્ચેનો ફર્ક જ ખબર નથી, યોગી આદિત્યનાથ

New Update
રાહુલ ગાંધીને મંદિર મસ્જીદ વચ્ચેનો ફર્ક જ ખબર નથી, યોગી આદિત્યનાથ

ઉતરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજકોટમાં ચૂંટણીસભાને સંબોધન કર્યુ હતુ. અને જનસભાને સંબોધતા જણાવ્યુ હતુ કે આજે પુરી દુનિયા ગુજરાત મોડેલને સ્વીકારે છે.

વધુમાં સીએમ યોગી વડાપ્રધાન મોદીને પુરી દુનિયા ગુજરાતનાં ગૌરવ તરીકે સ્વીકારે છે.

યોગીએ પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે બુલેટ ટ્રેનની શું જરૂર છે તેવો સવાલ રાહુલ કરે છે. ત્યારે મારે તેને કહેવુ છે કે રાહુલ ગાંધીની 4 પેઢી યુ.પીનું પ્રતિનિધિત્વ કરે છે અને રાહુલનું પરિવાર અમેઠીમાં સંસદીય પ્રતિનિધિ કરવા છતાં જિલ્લા કલેકટરનું કાર્યાલય પણ નથી બનાવી શક્યા. તેમને વિકાસની શું ખબર પડે.

ગુજરાતની ચૂંટણી થી રાહુલ ગાંધી મંદિરોમાં જતા થયા છે પણ તેમને કોઈએ ટ્રેનિંગ આપવી જોઈએ કે મંદિરમાં કેમ બેસાય. મંદિરમાં રાહુલ મસ્જિદમાં બેસે તેમ બેસે છે. ત્યારે કાશીવિશ્વ નાથ મંદિરમાં પુજારીએ ટોક્યો હતો.

Latest Stories