રિયો ઓલિમ્પિકઃ વિમેન્સ સિંગલમાં સાઇનાએ મેળવી જીત

New Update
રિયો ઓલિમ્પિકઃ વિમેન્સ સિંગલમાં સાઇનાએ મેળવી જીત

રિયો ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશાને જીવંત બનાવતા ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલે વિમેન્સ સિંગલમાં જીત મેળવી સારી શરૂઆત કરી હતી.

વિશ્વ રેન્કિંગમાં પાંચમુ સ્થાન ધરાવતી સાઇનાએ આ મેચમાં ઘણા સંઘર્ષ બાદ 21-17, 21-17થી જીત મેળવી હતી.

સાઇનાએ મેચની શરૂઆત સારી કરી હતી પરંતુ વિન્સેટે પણ તેને જોરદાર ટક્કર આપતા 10-10થી સ્કોરની બરોબરી કરી લીધી હતી. સ્કોર બરાબર થયા બાદ બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જામી હતી. પરંતુ સાઇનાએ આક્રમક બનતા સતત 4 પોઇન્ટ મેળવીને જીત મેળવી હતી.

Latest Stories