/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/maxresdefault-8.jpg)
વરાછા વિસ્તારમાં યુવક યુવતીએ ધમાલ મચાવી હતી. ખુલ્લા છરા અને ધારીયા સાથે જાણે હુમલો કરવા શેરીમાં ઉતરી હોય તેમ કાળો કેર વર્તાવ્યો હતો. ખુલ્લા છરા અને ધારીયાને જોઈને લોકો પણ ડરના માર્યા દૂર રહ્યાં હતાં. વાયરલ થયેલા વીડિયોમાં ડરનો માહોલ પેદા કરનારા યુવક યુવતીઓ વિરુધ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ખુલ્લા ધારીયા સાથે નીકળેલી યુવતીને જોઈ લોકો સ્તબ્ધ ખુલ્લેઆમ લોકોને ધમકાવતા યુવક યુવતીને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી કોઈના પર એટેક કરવા જઈ રહી છે. આ દરમિયાન તેને કોઈ અટકાવી રહ્યું છે.જો કે ચપ્પુ લઈને ધમકાવતો યુવક બે યુવકોને ખરાખરી થઈ જશે. એ સહિતની ગાળો આપતો જોવા મળે છે. ભયનો માહોલ ફેલાવનારા યુવક યુવતી પર હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
હાલ વરાછા પોલીસે યુવતીની શોધ કરવામાં માટે તામસ હાથ ધરી છે