New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/unnamed-2-2.png)
વડોદરા શહેરનાં સબ રજીસ્ટ્રાર કચેરીના સાત થી વધુ કોમ્પ્યુટર પર રેન્સમ વેરનો હુમલો થતા કોમ્પ્યુટર ઠપ થઇ ગયા હતા, જયારે તારીખ એક થી પંદર સુધીના રજીસ્ટ્રી ડેટા પણ ઉડી ગયાહોવાની વાત કર્મચારીઓ એ જણાવી હતી.
રેન્સમ વેરના હુમલા થી દેશના મોટા ભાગના સરકારી વિભાગના કોમ્પ્યુટર ઠપ થવા પામ્યા છેત્યારે વડોદરા સબ રજીસ્ટ્રાર કચેરીના સાત થી વધુ કોમ્પ્યુટર પર વાયરસ એટેક થયો હતો. ગતશુક્રવારે સાંજે એકાએક કોમ્પ્યુટર બંધ થઇ ગયા હતા. તે સમયે કર્મચારીઓ ને લાગ્યુ હતુ કે કોઈટેકનીકલ ખામી ના કારણે કોમ્પ્યુટર બંધ થયા હશે.
ટેકનીકલ સ્ટાફ દ્વારા તપાસ કરવા છતાંય કોમ્પ્યુટર ચાલુ થયાન હતા. સાથે સાથે 1 મે થી15 મે સુધીના વિડીયો ડેટા પણ ડીલીટ થયા હોવાનું સબ રજીસ્ટ્રાર યોગેશ જોશી એ જણાવ્યુ હતુ.
Latest Stories