પહેલીવાર રેલવે કર્મિઓ LTC સુવિધા મેળવી શકશે

New Update
ફેબ્રુઆરીથી મોંઘી થઈ શકે છે રેલવે મુસાફરી,

રેલવેના કર્મચારીઓ પ્રથમ વખત લીવ ટ્રાવેલ કન્સેશન (એલ.ટી.સી.) મેળવી શકશે. માનવ સંશાધન મંત્રાલયે તાજેતરમાં બહાર પાડેલી એક નોટિસમાં જણાવ્યું હતું કે, એલ.ટી.સી.ની સૂચના અનુસાર સરકારી કર્મીઓ અને તેમના નિકટના સગાઓ જો રેલવેમાં નોકરી કરાત હોય તો તેમને એલ.ટી.સી. મળવાપાત્ર ગણાશે નહીં કેમ કે તેમને રેલવે તરફથી મફત પાસની સુવિધા પ્રાપ્ત હોય છે.

જો કે, સાતમા પગારપંચે ભલામણ કરી હતી કે તેમને એલ.ટી.સી.ની સુવિધામાં સામેલ કરવા જોઈએ તેથી માનવ સંશાધન મંત્રાલયે, રેલવે મંત્રાલયને સાથે રાખીને આ મુદ્દે ચર્ચા કર્યા બાદ એવો નિર્ણય કર્યો હતો કે ચાર વર્ષના એક બ્લોક દરમિયાન રેલવે કર્મીને એલ.ટી.સી.નો પૂર્ણ વિકલ્પ પૂરો પાડવો અને આમ તેમના માટે હવે એલ.ટી.સી.નો વિકલ્પ પૂર્ણતયા ખુલ્લો છે. સાથોસાથ તે પોતાના રેલવે પાસની સુવિધા પણ જાળવી રાખી શકશે. હવે સર્વિસ પાસ ઉપરાંત એલ.ટી.સી.ની સુવિધા તાજેતરના ખાસ હુકમ દ્વારા પૂરી પાડવામાં આવશે

Latest Stories