રેલવેમાં મહિલા યાત્રીઓની સલામતી માટે મોબાઈલ એપ

New Update
રેલવેમાં મહિલા યાત્રીઓની સલામતી માટે મોબાઈલ એપ

રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓની સલામતી માટે પશ્ચિમ રેલવે નવતર પ્રયોગ શરૂ કરશે, જેના ભાગરૂપે 'આઈ વોચ' નામની મોબાઈલ એપ બનાવવામાં આવી છે, ટ્રેનમાં મુસાફરી કરતી કોઈપણ મહિલા અસલામતી અનુભવે તો તે આ મોબાઈલ એપમાં "એસઓએસ" બટન દબાવશે તે સાથે જ નજીકના આરપીએએફમાં તેનો સંદેશો પહોંચી જશે.

રેલવેએ આ એપ મહિલાઓ માટે વિશેષ બનાવી છે. જેને ડાઉનલોડ કર્યા બાદ તેમાં પસંદગીના 6 નંબર સેવ કરી શકાય છે, મુસાફરી કરતી વખતે મહિલા કોઈ પણ પ્રકારની અસલામતી અનુભવે તો તે એપમાનું એસઓએસ બટન દબાવશે જેની સાથે આ ઓડિયો તેના લોકેશન સાથે આરપીએફ પાસે પહોંચી જશે, હાલ પ્રાયોગિત ધોરણે આ એપનો ઉપયોગ મુંબઈના સબ અર્બન રેલવેમાં ચર્ચગેટ બોરીવલી વચ્ચે કરવામાં આવે છે, આ ઉપરાંત ગત મહિને ટોક બેક સિસ્ટમ પણ શરૂ કરાઈ છે. જેના દ્રારા મહિલા મુશ્કેલ સ્થિતિમાં ગાર્ડનો સંપર્ક કરી શકે છે.

Latest Stories